મોરબી જિલ્લામાં 17 કેન્દ્રો ઉપર લેવાયેલ પરીક્ષામાં 2272 પૈકી 1617 વિદ્યાર્થીઓ હાજર મોરબી : જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરવા માટે મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ વચ્ચે આજે યોજાયેલ પ્રવેશ પરીક્ષામાં કુલ 2272 પૈકી 1617 વિદ્યાર્થીઓએ જુદા-જુદા 17 કેન્દ્રો ઉપર પરીક્ષા આપી હતી. જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે આજે મોરબી જિલ્લામાં એડમિશન ફોર્મ ભરનાર કુલ 2272 વિદ્યાર્થીઓમાંથી 1617 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 655 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. મોરબી જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે મોરબી-07, વાંકાનેર-03, હળવદ-04, ટંકારા-02 અને માળિયા-01 કેન્દ્ર મળી કુલ 17 કેન્દ્ર ઉપર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ તૈયારી સાથે પરીક્ષા આપી પ્રવેશ મેળવવા મક્કમતા દર્શાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..