વાંકાનેર તાલુકાના 19, ટંકારાના તાલુકાના 8 અને મોરબી તાલુકાના 3 ગામોના ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે મોરબી : વાંકાનેરનો મહાકાય મચ્છુ-1 ડેમ આ વખતે છલોછલ ભરાયેલો હોવાથી ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોને રવીપાક માટે મચ્છુ -1 ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વાંકાનેર તાલુકાના 19, ટંકારાના તાલુકાના 8 અને મોરબી તાલુકાના 3 ગામોના ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે. મચ્છુ-1 ડેમ ગત ચોમાસામાં સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. દરમિયાન મચ્છુ-1 ડેમ હેઠળના ખેડૂતોએ રવીપાક માટે આ ડેમમાંથી પાણી આપવામાંની માંગ કરી હતી. આ માંગણીને ધ્યાને લઇ તાજેતરમાં યોજાયેલી મચ્છુ-1 ડેમ સિંચાઇ સલાહકાર સમિતિની મીટીંગમાં મચ્છુ-1 ડેમ સિંચાઇ યોજના હેઠળના આશરે 3 હજાર હેકટર વિસ્તારમાં રવિ સિઝન માટે 6 પાણ માટે મચ્છુ-1 ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને આજે મચ્છુ નહેર ખોલવામાં આવી છે. મચ્છુ-1 ડેમની કુલ ક્ષમતા 2435 એમસીએફટી સામે 2212 એમસીએફટી પાણી ઉપલબ્ધ છે. આ ડેમની કુલ પાણીની ઉંડાઈ 49 ફૂટની સામે 48.20 ફૂટ પાણી છે. કમાન્ડ વિસ્તારમાં પિયતની માંગણીને ધ્યાને લઇ પીવાના પાણીના જથ્થાને અનામત રાખી આશરે 90 થી 100 દિવસ સુધી 1200 એમસીએફટી પાણી રવિ સિઝન માટે છોડવામાં આવશે અને આ પાણીનો રવિપાક માટે વાંકાનેર તાલુકાના 19, ટંકારાના તાલુકાના 8 અને મોરબી તાલુકાના 3 સહિત 30 ગામના ખેડૂતોને લાભ મળશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..