બી ડિવિજન પોલીસે રેડ કરીને રૂ.92,285 હજારના ઈંગ્લિશ દારૂ સહિત કુલ રૂ.2.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો મોરબી : મોરબી બી ડિવિજન પોલીસે બાતમીના આધારે મોરબી-માળીયા હાઇવે પર રૂ.92 હજારથી વધુની કિંમતની ઈંગ્લિશ દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સાથે બે શખ્સોને દબોચી લીધા હતા.પોલીસે રૂ.92,285 હજારની કિંમતના ઈંગ્લિશ દારૂ તથા સ્વીફ્ટ કાર સહિત કુલ રૂ.2.92 લાખનો મુદ્દામાલ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઇએ 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીમાં ઈંગ્લિશ દારૂ ઉપર તવાઈ બોલાવવાની સૂચનાને પગલે પોલીસની ગત તા.25 થી આગામી 5 જાન્યુઆરી સુધીના દારૂ ઉપર ખાસ ડ્રાઈવને અનુસંધાને સીટી બી ડિવિજન પીઆઇ કોઢિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ટાપરિયા સહિતનો પોલીસ સ્ટાફ મોરબી માળીયા હાઇવે પર પેટ્રોલીગમાં હતો.તે દરમિયાન બી ડિવિજન સ્ટાફના વનરાજભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે બી ડિવિજન પોલીસે મોરબી માળીયા હાઇવે ઉપર ઓસીસ સીરામીક, આવળ ટ્રાન્સપોર્ટના પાર્કિગ પાસેથી ઈંગ્લિશ દારૂ ભરેલી કાર પકડી પાડી હતી.પોલીસે સ્થળ ઉપરથી એચ.આર.77 6060 નબરની સ્વીફ્ટ કારમાંથી ઈંગ્લિશ દારૂની બોટલો નંગ 82, ચપલા નંગ 246 કિંમત રૂ.92,285 ની કિંમતનો દારૂ તથા સ્વીફ્ટ કાર કિંમત રૂ.2 લાખ મળીને રૂ.2,92,285 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ સ્વીફ્ટ કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર રાજસ્થાનના બે શખ્સો સુરેન્દ્રકુમાર ઉર્ફે બબલુ અક્ષયકુમાર સોની, કરણસિંગ ઉર્ફે રેણુ શશીરામ ખટાણા રહે મૂળ રાજસ્થાન ,હાલ મોરબી વાળાને ઝડપી લીધા હતા.