એલસીબીએ ઈંગ્લિશ દારૂનો જથ્થો તથા કાર મળીને કુલ રૂ.6.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો માળીયા : માળીયા (મી) નજીક નેશનલ હાઇવે રોડ ઉપર મોરબી એલસીબીએ બાતમીના આધારે રૂ..67,500 ની કિંમતની 180 નંગ ઈંગ્લિશ દારૂની બોટલો ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી.લીધો હતો.એલસીબીએ ઈંગ્લિશ દારૂનો જથ્થો તથા કાર મળીને કુલ રૂ.6.71 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને એલસીબી પીઆઇ વી.બી.જાડેજાની સુચનાને પગલે પીએસઆઇ એન.બી.ડાભી તથા પો કોન્સ દશરથસિંહ પરમાર અને નીરવભાઈ મકવાણાને ખાનગી રાહે બાતમી મળી હતી. કે , સામખીયારીથી એક સફેદ કલરની સ્કોર્પિયો કાર નંબર જી.જે.03 એલ.એમ.7201માં ઈંગ્લિશ દારૂનો જથ્થો ભરીને મોરબી તરફ આવી રહી છે.આ પ્રકારની ચોક્કસ બાતમી મળતા એલસીબી સ્ટાફે માળીયા મી. નજીક કંડલા-મોરબી નેશનલ હાઇવે ઉપર દેવ સોલ્ટ કંપની સામે વોચ ગોઠવીને ત્યાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ભરીને નીકળેલી ઉપરોક્ત નંબરવાળી કારને ઝડપી લીધી હતી.એસલીબીએ સ્થળ ઉપરથી રૂ.67,500 ની કિંમતની 180 નંગ ઈંગ્લિશ દારૂની બોટલો તથા 3 મોબાઈલ રૂ.6 લાખની કાર મળીને કુલ રૂ.6,71,500 ના મુદ્દામાલ સાથે આરોપી નિલેશભાઈ ભગવાનજીભાઈ સોલંકી (ઉ.વ.31, રહે આદિપુર કચ્છ) ને ધરપકડ કરી હતી.તેમજ આ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.