સીમના ખરાબામાંથી 1164 બોટલ વિદેશી દારૂનો જથ્થો તાલુકા પોલીસે જપ્ત કર્યો: આરોપી ફરારમોરબી : જિલ્લામાં પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે ફડસર ગામની સીમમાં દરોડો પાડીને મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ.ઘેટીયા તથા સર્વેલન્સ સ્ટાફ કોમ્બિંગ નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સંયુક્ત રીતે બાતમી મળી હતી કે મોરબી તાલુકાના ફડસર ગામની સીમમાં ભગવાનભાઈ છગનભાઈ ગોગરાના ખેતરની સામે ખરાબામાં કરણભાઈ ભરતભાઈ કુંભારવાડીયા (રહે. ફડસર, તા. જિ. મોરબી) નામનો ઈસમ ઈંગ્લીશ દારૂ છુપાવીને તે સગેવગે કરવાની પેરવીમાં છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે સદર જગ્યાએ રેડ કરતા આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ઘટનાસ્થળેથી ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂ વ્હીસ્કીની કાચની તથા પ્લાસ્ટિકની સીલપેક નાની-મોટી કુલ 1164 બોટલો કબ્જે કરી છે. પોલીસે કુલ 5,41,260 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.હાલ પોલીસે પકડવાના બાકી આરોપી કરણભાઈ ભરતભાઈ કુંભારવાડીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા, પીએસઆઇ સી.એસ. સોંદરવા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiPolice #MorbiUpdate #LiquorSeized #Fadsar #GujaratPolice #CrimeNews