જનજાગૃતિ માટે અકસ્માત નિવારણ મોકડ્રિલ, અકસ્માત નિવારણ માટે ફીડરો ઉપર પરીક્ષણ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝ યોજાશે મોરબી : પીજીવીસીએલ મોરબી દ્વારા ઊર્જા સપ્તાહ ઉજવણી કરાઈ હતી.જેમાં અકસ્માત નિવારણ મોકડ્રિલ, સલામતીના સૂત્રો તેમજ વૃક્ષારોપણ, અકસ્માત નિવારણ માટે ફીડરો ઉપર પરીક્ષણ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઊર્જા સપ્તાહ ઉજવી રહ્યું હોય જે અંતર્ગત પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા આગામી તા -14 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર 2022 દરમિયાન અત્રેની કચેરીના તાબા હેઠળની વિભાગીય તેમજ પેટા વિભાગીય કચેરી ખાતે અલગ અલગ જનજાગૃતિના અભિયાન-કાર્યક્રમ તેમજ લાઇન પર કામ કરતા તમામ ટેકનિકલ સ્ટાફ તેમજ કોન્ટ્રાકટરના માણસોની જાગૃતિ માટે આયોજન કરેલ છે. જે અંતર્ગત અકસ્માત નિવારણ મોકડ્રિલ, સલામતી લના સૂત્રો તેમજ વૃક્ષારોપણ, અકસ્માત નિવારણ માટે ફીડરો ઉપર પરીક્ષણ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝનું આયોજન કરેલ છે. વધુ માં તા ૨૦.૧૨. ના રોજ વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચત નો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા અને અવગત કરાવવા પીજીવીસીએલ મોરબી દ્વારા રેલીનું આયોજન કરેલ છે જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગે ના બેનર સાથે પેમ્ફલેટ નું વિતરણ દ્વારા જન જાગૃતિ અંગેનું આયોજન કરેલ છે. તેમ બી આર વડાવિયા અધિક્ષક ઇજનેર, પીજીવીસીએલ, વર્તુળ કચેરી, મોરબીએ જણાવ્યું છે.