મોરબી : મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે આ ગૃપ દ્વારા આકરા તાપમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીઓને એનર્જીડ્રીંક પીવડાવવાની સેવા આપવામાં આવી હતી.હાલ ગરમીનો પારો દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે આટલી ગરમીમાં પણ ટ્રાફિક પોલીસ કર્મીઓ પોતાની ફરજ અને નિષ્ઠા બજાવી રહ્યા છે. આવા જ ટ્રાફિક પોલીસકર્મીઓને મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા એક મહિના માટે એનર્જી ડ્રીંક (લીંબુ શરબત/ શેરડીના રસ)નું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીમાં સ્વાગત ચોકડી, રામ ચોક, ચિંતામણી ચાર રસ્તા ચોકડી અને નગર દરવાજા સુધી 20 જેટલા પોલીસ કર્મીઓને એનર્જી ડ્રીંક પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ નિષ્ઠાપૂર્વક કામ કરતા પોલીસકર્મીઓને મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.