કંડલા બાયપાસ ઉપર નેકશેસ સિનેમા પાસે ફુલસ્પીડે આવતા નબીરાએ એક્ટીવાને ઠોકર મારતા આશાસ્પદ યુવાનનું મોત, અન્ય એક યુવાન ઈજાગ્રસ્ત મોરબી : મોરબીના કંડલા બાયપાસ ઉપર નેકસેસ સિનેમા નજીક માલેતુજાર નબીરાએ પુરપાટ ઝડપે પોતાની ફોર્ડ એન્ડેવર કાર ચલાવી ફિલ્મ જોવા જઈ રહેલા એક્ટિવા સવાર બે યુવાનોને હડફેટે લેતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય યુવાનને ગંભીર હાલતમાં અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત સર્જ્યા બાદ નબીરો નાસી છુટતા મૃતક યુવાનના પિતાએ એન્ડેવર કારના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.હિટ એન્ડ રનના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગરમાં રહેતા માસુમભાઈ અશોકભાઈ કારિયા ઉ.18 અને તેનો મિત્ર શુભમ ભાવેશભાઈ દેવ મોરારી ગત તા.11નવેમ્બરના રોજ કાળી ચૌદશના દિવસે રાત્રીના નૈવેદ્ય આરોગ્યા બાદ પોતાના ઘેરથી નેકસેસ સિનેમામાં ફિલ્મ જોવા જતા હતા ત્યારે કંડલા બાયપાસ ઉપર અમદાવાદના તથ્ય પટેલની જેમ ફુલસ્પીડે આવતા GJ-36-AC-0073ના કાર ચાલક નબીરાએ બન્ને યુવાનને હડફેટે લઇ ગંભીર અકસ્માત સર્જતાં માસુમભાઈ અશોકભાઈ કારિયાનું મૃત્યુ નીપજ્યું હતું જયારે શુભમ ભાવેશભાઈ દેવ મોરારીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.બીજી તરફ આ ગંભીર અકસ્માત સર્જ્યા બાદ આરોપી કાર ચાલક નાસી જતા આ ગંભીર દુર્ઘટના મામલે ગઈકાલે મૃતક માસુમભાઈના પિતા અશોકભાઈ શિવલાલ કારિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં એન્ડેવર કારના ચાલક નબીરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.