મોરબી અપડેટના બે દિવસના આ એક્ઝિબિશનમાં બહેનોને થઈ જશે જલસો, 50થી વધુ સ્ટોલ, સ્પર્ધાઓ, વર્ક શોપ અને ઘણું બધું સ્વાગત હોલમાં આયોજિત એક્ઝિબિશનમાં ફેશનવેરથી લઈને ફૂડ અને હોમ ડેકોર સુધીની તમામ આઇટમો હશે, ફ્રી એન્ટ્રી મોરબી : સમાચારોની સાથે દર વર્ષે અવનવા કાર્યક્રમો આપીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતું મોરબીવાસીઓનું પોતાનું માધ્યમ મોરબી અપડેટ આ વખતે નવરાત્રી સ્પે.મોરપીંછ એક્ઝિબિશન લઈને આવ્યું છે. આ એક્ઝિબિશન આવતીકાલે શનિવારે સવારે ખુલ્લું મુકાવાનું છે. મોરબી અપડેટ દ્વારા રવાપર ચોકડી ખાતે આવેલ સ્વાગત હોલમાં આગામી તા.17 અને 18 સપ્ટેમ્બર (શનિ, રવી)ના રોજ મોરપીંછ નવરાત્રી સ્પે. ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ગાર્મેન્ટ્સ, ફૂટવેર, હોમ ડેકોર, નવરાત્રી સ્પેશિયલ આઈટમ, જવેલરી, ચણીયાચોલી, ગૃહ ઉદ્યોગ, અથાણા, ગરબા, કોડીયા, ટોયઝ, ફૂડ સ્ટોલ, સ્પેશિયલ એક્ટ્રેશન સહિતના 50 જેટલા સ્ટોલ હશે. આ એક્ઝિબિશન દરમિયાન શનિવારે બપોરે 2થી 4 દરમિયાન બહેનો માટે ગરબા અને દાંડિયા ડેકોરેશન સ્પર્ધા યોજાશે. આ સાથે 5થી 7 વાગ્યે ફ્રી કેક મેકિંગ ટીપ્સ વર્કશોપ યોજાશે. જેમાં હેલ્ધી બ્રેકફાસ્ટ કેક, સેન્ટર ફિલ્ડ મફિન્સ અને ચોકલેટ કૂકિઝ લાઈવ બનાવતા શિખવવામાં આવશે. આ ઉપરાંત રવિવારે 2થી 4 વાગ્યા દરમિયાન નાના બાળકો માટે ક્રાંતિકારી વીરો અને વીરાંગનાઓ વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવશે. આ ઉપરાંત અહીં પ્રાણીક હિલિંગની ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. શારીરિક , માનસિક કે ભાવનાત્મક બીમારીઓ અને હઠીલા રોગોની સચોટ સારવાર, દવા કે કોઈ પણ જાતની આડઅસર વિના પ્રાણીક હિલિંગ દ્વારા કરાશે. જેનું સંચાલન નિમિષાબેન ખન્ના દ્વારા કરાયું છે. મોરબીની બહેનો માટેના આ જાજરમાન એક્ઝિબિશનમાં ન માત્ર વસ્તુઓનું ખરીદ- વેચાણ અનેક કાર્યક્રમો અને સ્ટેજ પ્રોગ્રામ પણ યોજાશે. જેમાં સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવામાં આવશે. અહીં વિશાળ જગ્યા ઉપરાંત વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, સિક્યોરિટી, ફ્રી વાયફાય સહિતની અનેક સવલતો હશે. જેથી અહીં આવનાર બહેનોને કોઈ તકલીફ ન પડે. અહીં બહેનો માટે આખો દિવસ એન્ટ્રી નિઃશુલ્ક છે. એક્ઝિબિશનનો સમય સવારે 10.30થી રાત્રિના 9.30 વાગ્યા સુધીનો છે.