પોરબંદર : ભગવાન કૃષ્ણ અને દેવી રુકમણીજીના પાવન વિવાહ પ્રસંગે ઉજવાતા માધવપુર ઘેડ લોકમેળાના ચોથા દિવસે માધવપુર ઘેડ ખાતેના કાર્યક્રમોના અંતિમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો ભવ્ય રીતે યોજાયા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોરબી તથા પોરબંદરના કલાકારોએ નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી કૃષ્ણ-રૂક્ષ્મણીનો અદ્વિતીય પ્રેમ તથા કૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહની નૃત્ય નાટિકા દ્વારા લોકકલાની મનમોહક અને ઉત્તમ પ્રસ્તુતિ કરી હતી. ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર રવિરાજભાઈ પૈજા તથા અરુણાબેન મારુ અને અલ્કેશભાઈની ટીમની પ્રસ્તુતિઓએ સમગ્ર માધવપુર ઘેડ મેળાના માહોલને કૃષ્ણ ભક્તિમય બનાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.માધવપુર મેળાના આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં માંગરોળ-માળિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.#Morbi #Porbandar #MadhavpurGhedMela #CulturalProgram #MorbiArtists #MorbiUpdate #GujaratNews