દરરોજ મોરબી આવતા 2000 થી 3000 ખાલી કન્ટેનરનું મુવમેન્ટ અટક્યું: ફેક્ટરીઓમાં માલનો ભરાવો શરૂ, વિવાદ નહીં ઉકેલાય તો એક્સપોર્ટ ઠપ્પ થવાના એંધાણમોરબી અપડેટ : મુન્દ્રા પોર્ટ ખાતે અદાણી પોર્ટ મેનેજમેન્ટ દ્વારા ટ્રેડ એડવાઈઝરી બહાર પાડીને એમ્પ્ટી કન્ટેનર યાર્ડના કોડ રદ કરવાનો નિર્ણય લેવાયો છે, જેની સામે એમ્પ્ટી કન્ટેનર યાર્ડ્સ એસોસિયેશન (MECYASA) મેદાને આવ્યું છે. તેના દ્વારા હડતાળ કરવામાં આવતા મોરબીના વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. પોર્ટ ઓથોરિટી દ્વારા પોર્ટ બહારના ખાનગી યાર્ડના કોડ રદ કરી તમામ કામગીરી પોર્ટની અંદરથી જ કરવાનો નિર્ણય લેવાતા યાર્ડ સંચાલકો અને મુન્દ્રા ટ્રાન્સપોર્ટરોએ કામકાજ બંધ કરી દેતા મોરબી આવતા ખાલી (Empty) કન્ટેનરોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.શું છે સમગ્ર વિવાદ?મુન્દ્રા પોર્ટની બહાર અંદાજે 50 જેટલા ખાનગી કન્ટેનર યાર્ડ કાર્યરત હતા, જ્યાં કન્ટેનર રિપેરિંગ, મેઇન્ટેનન્સ અને વેરહાઉસિંગની સુવિધાઓ સરળતાથી મળતી હતી. જોકે, અદાણી પોર્ટ દ્વારા આ તમામ ખાનગી યાર્ડના કોડ અચાનક કેન્સલ કરી દેવામાં આવ્યા છે અને તમામ કન્ટેનર પોર્ટની અંદરથી જ પિકઅપ અને ડ્રોપ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોર્ટની અંદર આ પ્રકારનું મેનેજમેન્ટ કરવું ખૂબ જ મુશ્કેલ છે અને તેનાથી કામગીરીનો ખર્ચ પણ વધે તેમ છે. આ એકતરફી નિર્ણયના વિરોધમાં ખાનગી યાર્ડ સંચાલકો અને ટ્રાન્સપોર્ટરો હડતાળ પર ઉતર્યા છે.ખાલી કન્ટેનર મળવાના બંધ થઈ ગયામોરબીના એક્સપોર્ટર રાજ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે: 'અદાણી પોર્ટ દ્વારા બહાર કાર્યરત અંદાજે 50 જેટલા પ્રાઇવેટ કન્ટેનર યાર્ડના કોડ અચાનક કેન્સલ કરી દેવાયા છે અને તમામ કન્ટેનર પોર્ટ અંદરથી જ ઓપરેટ કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં પ્રાઇવેટ યાર્ડ સંચાલકો અને મુન્દ્રા ટ્રાન્સપોર્ટરો હડતાળ પર બેઠા છે. મોરબીમાં દરરોજ એક્સપોર્ટ-ઇમ્પોર્ટના મળીને અંદાજે 2000 થી 3000 કન્ટેનરની અવરજવર રહેતી હોય છે. હાલ હડતાળને કારણે નવા ખાલી કન્ટેનર મળવાના બંધ થઈ ગયા છે અને ટ્રાન્સપોર્ટેશન પણ અટકી ગયું છે. જ્યાં સુધી આ વિવાદનો નિવેડો નહીં આવે ત્યાં સુધી સિરામિક યુનિટોમાં માલનો ભરાવો થશે અને એક્સપોર્ટ અટકી જશે.'સિરામિક ફેક્ટરીઓમાં લોડિંગ અટકી ગયું, માલનો ભરાવો થવાનું શરૂકેપેક્ષિલ (CAPEXIL)ના સિરામિક ડિવિઝનના ચેરમેન નિલેશ જેતપરીયાએ જણાવ્યું હતું કે: 'મુન્દ્રા પોર્ટ પર ઊભા થયેલા વિવાદને કારણે હાલ ખાલી (Empty) કન્ટેનરનું મુવમેન્ટ સાવ બંધ થઈ ગયું છે. પોર્ટ બહારના ખાનગી કન્ટેનર યાર્ડમાં વેરહાઉસિંગ અને મેઇન્ટેનન્સ સરળ રહેતું હતું, જ્યારે પોર્ટની અંદર આ બધું મેનેજ કરવું અતિશય મુશ્કેલ છે અને તેનાથી કોસ્ટિંગ પણ વધી જાય છે. હાલ ખાલી કન્ટેનર ન મળવાને કારણે ફેક્ટરીઓમાં સિરામિક માલનું લોડિંગ અટકી ગયું છે અને સ્ટોક જમા થઈ રહ્યો છે. જો આ પ્રશ્નનો ઝડપી નિકાલ નહીં આવે, તો સિરામિક એક્સપોર્ટ સંપૂર્ણપણે ઠપ થઈ જશે.'સિરામિક ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલમોરબીમાંથી પ્રતિદિન દેશ-વિદેશમાં કરોડો રૂપિયાની ટાઇલ્સ મોકલવામાં આવે છે. હાલ ભરેલા કન્ટેનરની હિલચાલ અમુક અંશે ચાલુ છે, પરંતુ નવા ઓર્ડરના લોડિંગ માટે ખાલી કન્ટેનર જ ન મળતાં કારખાનાઓમાં તૈયાર માલનો ભરાવો થવા લાગ્યો છે. જો હડતાળ લાંબો સમય ચાલશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે ડિલિવરી મોડી પડશે અને મોરબીના સિરામિક ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે.#MorbiUpdate #MorbiNews #CeramicIndustry #MundraPort #AdaniPort #ContainerStrike #ExportCrisis #NileshJetpariya #RajPatel #MorbiCeramics #GujaratNews #Morbic