વાંકાનેર: વાંકાનેર તાલુકામાં સશક્ત અને પોષિત કિશોરી અભિયાન મેળા 2022-23નું આયોજન કરવામાં આવ્યું હતું. બેટી બચાવો બેટી પઢાવો અને પૂર્ણ યોજનાની સંયુક્ત પહેલના ભાગરૂપે આ મેળો યોજાયો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વર્ષાબા ડી. ઝાલા (તાલુકા પંચાયત પ્રમુખ) તેમજ સામાજિક કાર્યકર ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ખાસ હાજરી આપી હતી. તેમજ ICDS પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ચારોલા અને વાંકાનેર CDPO ડો. વૈશાલીબા પટગીર અને ચાંદનીબેન વૈદ્ય તથા ICDS સ્ટાફ ગણે આ પ્રસંગને ખુબજ વાચા આપી હતી. જેમાં આ પ્રસંગમાં તાલુકા કાનૂની સેવા સત્તા મંડળમાંથી વિજયભાઈ ગોહિલ તથા સોલંકી ભાઈ, ૧૮૧ મહિલા અભયમ મોરબી મહિલા કાઉન્સિલર જાગૃતિબેન ભૂવા અને મહિલા કોન્સ્ટેબલ ભારતીબેન, સમાજ સુરક્ષા વિભાગના રંજનબેન મકવાણા, તાલુકા શિક્ષણ વિભાગના મીનાબેન, આઇ. ટી.આઇ.ના રાઠોડ સાહેબ તથા કોપા ટ્રેડ સૂપ. છાયાબેન, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી પોલીસ સ્ટેશન બેજ સપોર્ટ સેન્ટર વાંકાનેરના તેજલબા અને દિપીકાબેન, મોરબી ચાઇલ્ડ લાઈન ૧૦૯૮ના ધર્મેશભાઈ ચાવડા અને તૃપ્તિ બેન, એલ્ડર લાઈનના રાજદીપભાઈ પરમાર, સખી વન સ્ટોપ સેન્ટરના પ્રમુખ પ્રવિણાબેન પંડ્યા, તથા વાંકાનેર પોસ્ટ ઓફીસના આસિસ્ટન્ટ બાદી સાહેબ તથા સ્ટાફ, તથા DPC વિશાલભાઈ અને પા પા પગલી પ્રોજેક્ટના રમેશભાઈ, સુરક્ષા સેતુમાંથી કિશોરીને ટ્રેનિંગ આપવા માટે પ્રભાતભાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ ICDS પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ચારોલા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વાંકાનેર CDPO ચાંદનીબેન વૈદ્ય દ્વારા કિશોરી માટે ICDS દ્વારા આપવામાં આવતી સેવાઓ વિશે માહિતી અપાઈ હતી ત્યારબાદ વાંકાનેરની કિશોરી દ્વારા નાટક રજુ કરી આંગણવાડીનું મહત્વ સમજાવાયું હતું. ત્યારબાદ અલગ અલગ અધિકારીઓ દ્વારા પોતાના વિચારો રજુ કરાયા હતા. આ કાર્યક્રમમાં કાજલબેન બોસિયા દ્વારા દેશ ભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર કિશોરીને ટ્રોફી આપી સન્માનિત કરાઈ હતી અને અન્ય કિશોરીને કિશોરી કપ આપવામાં આવ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં અલગ અલગ વિભાગના સ્ટોલ જેવા કે અલગ અલગ વાનગી, કિશોરી માટે આરોગ્ય તપાસ, ૧૮૧, વગેરે ઉભા કરીને કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી. ICDS CDPO ડો. વૈશાલીબાએ આ પ્રસંગની આભાર વિધિ કરી હતી.