ગ્રેડ પે સુધારણાની માંગ સાથે વર્ગ-3 ના કર્મચારીઓએ શરૂ કરી લડત : જમીન માપણી અને પ્રોપર્ટી કાર્ડ સહિતની કામગીરી ખોરવાશેમોરબી અપડેટ: ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડઝ વર્ગ-3 કર્મચારી મંડળ (મોરબી જિલ્લા યુનિટ) દ્વારા તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આજથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે. ગ્રેડ પે માં સુધારો કરવાની મુખ્ય માંગ સાથે કર્મચારીઓએ અગાઉથી જ આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરી દીધા હતા, પરંતુ સરકાર તરફથી કોઈ હકારાત્મક ઉકેલ ન આવતા અંતે હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.કર્મચારીઓની મુખ્ય માંગણીઓ મંડળના પ્રમુખ પી.કે. વરમોરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લેન્ડ રેકોર્ડ ખાતાના મોરબી જિલ્લા મંડળ દ્વારા ગ્રેડ પે સુધારણા માટે આવેદન આપવામાં આવ્યું છે. હાલમાં સર્વેયર સંવર્ગનું પગાર ધોરણ પે મેટ્રીક્ષ લેવલ-4 (ગ્રેડ પે 2400) છે, જેને વધારીને પે મેટ્રીક્ષ લેવલ-5 (ગ્રેડ પે 2800) કરવાની માંગ છે. આ ઉપરાંત સિનિયર/ટેક્નિકલ સર્વેયર સંવર્ગનું પગાર ધોરણ પે મેટ્રીક્ષ લેવલ-5 (ગ્રેડ પે 2800) થી વધારીને પે મેટ્રીક્ષ લેવલ-7 (ગ્રેડ પે 4200) કરવાની કર્મચારીઓની મુખ્ય માંગણી છે.આંદોલનની રણનીતિ અને કાર્યક્રમ કર્મચારી મંડળ દ્વારા અગાઉથી જ તંત્રને 30 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. કોઈ નિરાકરણ ન આવતા તારીખ 11/09/2026 થી 18/09/2026 સુધી તમામ કર્મચારીઓએ પેન ડાઉન કરી તમામ કામગીરી બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ 19/09/2026 ના રોજ તમામ કર્મચારીઓ માસ સીએલ (Mass C.L.) પર ગયા હતા. આજે તારીખ 21/09/2026 થી તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. મંડળના હોદ્દેદારો પી.કે. વરમોરા, કે.એમ. સુતરીયા, એચ.એમ. ખુટી અને એ.આર. ભીમાણી દ્વારા પોલીસ અધિક્ષકને પત્ર લખીને જમીન દફતર કચેરી કમ્પાઉન્ડમાં શાંતિપૂર્ણ આંદોલન અને ધરણા કરવા માટે મંજૂરી પણ માંગવામાં આવી છે.અરજદારોને પડશે મુશ્કેલી આ હડતાળના કારણે જમીન માપણી વિભાગ અને સિટી સર્વે વિભાગની કામગીરીને વ્યાપક અસર પહોંચશે. હડતાળ પર ગયેલા તમામ લોકો ટેક્નિકલ કર્મચારીઓ હોવાથી જમીન માપણીની અરજીઓ, પ્રોપર્ટી કાર્ડને લગતી કામગીરી તેમજ જમીન સંપાદનના કાર્યો અટકી પડશે. જેના કારણે અરજદારો અને સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડશે.#Morbi #MorbiUpdate #LandRecordDepartment #MorbiNews #GujaratEmployeesStrike #GradePayDemand #CitySurveyMorbi #Strike