મોરબી : આજે 21મેના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આતંકવાદી સંગઠન દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેને અનુસંધાને તા. ૨૧ મે 'રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિન' તરીકે આતંકવાદની વિરુદ્ધ ઝુંબેશના રૂપે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આજે મોરબી નગરપાલિકાના કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા હતા.