નવી નિમણૂક પામનાર કર્મચારીઓને નિમણૂક પત્ર અપાયા મોરબી : આજરોજ મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોરબી મહાનગરપાલિકાના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરાયા હતા અને નવા કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.જેમાં મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના જુલાઈ મહિનામાં બેસ્ટ કામગીરી કરનાર ભૂમિબા ગજેન્દ્રસિંહ વાળાને બેસ્ટ કર્મચારી ઓફ ધ મંથનો એવોર્ડ અપાયો હતો. દિલીપસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ (બેસ્ટ ઝોન ઇન્ચાર્જ ઓફ ધ મંથ), ભાવનાબેન વિનોદભાઈ સોલંકી (બેસ્ટ સફાઈ કર્મચારી ઓફ ધ મંથ)ને સન્માન પત્ર અને 10 હજાર રૂપિયાનો ચેક, મોરબી જીલ્લો એ સરકાર એપ્લિકેશનમાં અગ્રેસર છે ત્યારે ઈ સરકાર એપ્લિકેશન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મોસ્ટ પ્રોડક્ટિવ એમ્પ્લોય ઓફ ધ મંથનો એવોર્ડ સિટી એન્જિનિયર હિતેશભાઈ આદ્રોજા, ગૌરવકુમાર હમીરભાઇ સોલંકી (ફાયર ડિપાર્ટમેન્ટના ક્લાર્ક), સિવિલ એન્જિનિયર કેવલભાઈ કલોલાને સન્માન પત્ર અપાયા હતા. આ ઉપરાંત કેટલાક નવા કર્મચારીઓને પણ આજે 15મી ઓગસ્ટના રોજ નિમણૂક હુકમો કરવામાં આવ્યા હતા. જેમાં જયેન્દ્રભાઈ પરમાર (સિવિલ એન્જિનિયર), જયદીપભાઈ હડિયલ (વર્ક આસિસ્ટન્ટ), પ્રવીણકુમાર ડાભી (આસિસ્ટન્ટ), નિમેષભાઈ ખાંભલા (લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર), અલ્પેશભાઈ પરમાર (સર્વેયર) ને કમિશનર સ્વપ્નિલ ખરે, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ડેપ્યુટી કમિશનર સંજય સોની અને કુલદીપસિંહ વાળાના હસ્તે નિમણૂક પત્ર અપાયા હતા.