મોરબી : મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બઢતી આપવામાં આવી છે.મોરબી જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને ખાતાકીય બઢતી આપવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા બઢતી સમિતિની બેઠક બોલાવી બઢતી હુકમ આપવામાં આવેલ છે. જે પૈકી ૪ (ચાર) ગ્રામ પંચાયત સેક્રેટરીને વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગમાં બઢતી આપવામાં આવેલ છે. જેથી હાલ વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગની ૧૦૦% જગ્યા ભરાયેલ છે તેમજ ૧ (એક) સિનિયર ક્લાર્ક (વહીવટી)સંવર્ગના કર્મચારીને નાયબ ચિટનીસ સંવર્ગમાં બઢતી આપવામાં આવેલ છે.