પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા રવાપર પંચાયત વાડી પાછળ યોજાનાર બેઠકમાં ખેડૂતપુત્રોને ઉમટી પડવા આહવાનમોરબી : મોરબી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂત પુત્રો માટે આજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા આયોજિત આ મીટિંગ આજે તારીખ 19-06-2026 ના રોજ રાત્રે 9:00 વાગ્યે કેપિટલ માર્કેટ સામે, રવાપર પંચાયત વાડીની શેરી પાછળ આવેલા ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ ઈમરજન્સી મીટિંગના આયોજનનો મુખ્ય હેતુ મોરબીથી ખેડૂત આંદોલનને કેવી રીતે વધુમાં વધુ સપોર્ટ કરી શકાય અને ખેડૂતોને કઈ રીતે ન્યાય અપાવી શકાય તે વિષય પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવાનો છે. આ મીટિંગમાં મોરબી શહેર તેમજ આસપાસના ગામડાઓમાં રહેતા ખેડૂતોના દીકરાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો. નં. 9426518231 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. #Morbi #FarmersProtest #KhedutAndolan #MorbiNews #PatidarYuvaSevaSangh #MorbiUpdate