આઠ સ્પર્ધકોએ 'રાષ્ટ્ર વિકાસ અને યુવાનો' તથા 'વ્યસન એટલે રોગને આમંત્રણ' વિષયો પર વક્તવ્ય આપ્યું મોરબી : સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના એન. એસ. એસ. વિભાગ દ્વારા ૯ માર્ચના રોજ વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલ છે. કોલેજના પ્રિન્સીપાલ કે. આર. દંગીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સ્પર્ધામાં આઠ સ્પર્ધકોએ 'રાષ્ટ્ર વિકાસ અને યુવાનો' તથા 'વ્યસન એટલે રોગને આમંત્રણ' વિષયો પર પોતાનું વકૃત્વ રજુ કરેલ. આ સ્પર્ધાના અંતે પ્રથમ ક્રમે મેર ધાર્મિક, દ્વિતીય ક્રમે સવાડિયા કોમલ અને તૃતીય ક્રમે વાણીયા દક્ષા આવેલ. નિર્ણાયક તરીકે ડો. અનિલસિંહ રાજપૂત તથા પ્રા. ગીતા ડાભીએ સેવા આપેલ. કાર્યક્રમનું સંચાલન અને સમગ્ર આયોજન એન. એસ. એસ. વિભાગ વતી પ્રોગ્રામ ઓફીસર ડો. રામ વારોતરીયાએ કરેલ. છેલ્લા ત્રણ દિવસથી એન. એસ. એસ. વિભાગ દ્વારા ચાલતા આરોગ્ય અને સ્વચ્છતા રેલી, ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ તે તમામને એન. એસ. એસ. વિભાગ દ્વારા પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.