બાળકોએ મતદાનના મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા, 9 જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધોમોરબી : રાજપર માધ્યમિક શાળામાં તારીખ 08/04/2026, બુધવારના રોજ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીમાં મતદાનના મહત્વને સમજાવવા માટે શાળા દ્વારા આ વિશેષ પહેલ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શાળાના શિક્ષક હર્ષદભાઈ ગોસ્વામી દ્વારા વિદ્યાર્થીઓને મતદાન શા માટે કરવું જોઈએ અને મતાધિકારનું મૂલ્ય શું છે તે વિશે વિગતે સમજૂતી આપવામાં આવી હતી. આ વકતૃત્વ સ્પર્ધામાં શાળાના 9 જેટલા બાળકોએ સહભાગી થઈને મતદાન વિશે મુક્ત રીતે પોતાના મંતવ્યો અને વિચારો રજૂ કર્યા હતા. આગામી ચૂંટણીઓને ધ્યાને રાખીને નવી પેઢીમાં જાગૃતિ લાવવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું#Morbi #RajparSchool #VotingAwareness #Election2026 #MorbiUpdate #Education #AwarenessCampaign #Democracy