બી ડિવિઝન પોલીસની કાર્યવાહી : રૂ. 15 હજારની રોકડ જપ્ત કરાઈ મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શક્તિ ચેમ્બર પાસે ચાલતા જુગાર ઉપર દરોડો પાડીને જુગાર રમતા 11 શખ્સોને પકડી લઈ રૂ. 15 હજારની રોકડ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક શક્તિ ચેમ્બર પાસે બી ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડી જુગાર રમતા મહેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમાર, સવજીભાઈ દાનાભાઈ સોલંકી, અશોકભાઈ મારુભાઈ ભાડલીયા, સુરેશભાઈ રામજીભાઈ, હેમંતભાઇ વેલજીભાઈ, સુરેશભાઈ અમરશીભાઈ, મનસુખભાઇ કરશનભાઇ, કિશોરભાઈ કલાભાઈ, કિરીટભાઈ રવજીભાઈ, દિનેશગીરી દેવગીરી અને હરિભાઈ પમાંભાઈને રૂ. 15,180ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.