તસ્કરો દરીયાલાલ હોટલની પાછળ આવેલ ક્રિષ્ના વોલ એન્ડ ગ્લેજ ટાઇલ્સમાંથી 10 કાર્ડની ચોરી કરી મોરબી : મોરબીના રફાળીયા ગામ નજીક દરીયાલાલ હોટલની પાછળ આવેલ એક સિરામીક ટાઇલ્સ ફેક્ટરીને નિશાન બનાવી તસ્કરો રૂપિયા 10 લાખની કિંમતના 10 ઇલેક્ટ્રોનિક કાર્ડની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રફાળીયા ગામે દરીયાલાલ હોટલની પાછળ આવેલ ક્રિષ્ના વોલ એન્ડ ગ્લેજ ટાઇલ્સ પ્રાઇવેટ લીમીટેડ નામના કારખાનામાંથી તસ્કરો 10 લાખની કિંમતના 10 ઇલેક્ટ્રોનીક કાર્ડની ચોરી કરી જતા મનોજભાઇ ત્રંબકભાઇ ફેફર, રહે. મોરબી, રવાપર રોડ, ગાયત્રી નગર બ્લોક નં.17 દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વધુમાં આ મામલે પોલીસે મનોજભાઇ ત્રંબકભાઇ ફેફરની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઇ.પી.સી.કલમ ૩૮૦, ૪૫૭ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.