સમગ્ર સૌરાષ્ટ્રમાં એપ્રિલથી જુલાઈ સુધીમાં વીજચોરીના 27254 કિસ્સા ઝડપાયા મોરબી : પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા એપ્રિલ - 2023થી જુલાઈ - 2023 સુધીના ચાર મહિનામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વીજ ચેકીંગ ઝુંબેશ ચલાવી કુલ 1,39,719 વીજ કનેક્શન ચેક કરી 27254 કિસ્સામાં વીજ ચોરી ઝડપી લઈ રૂપિયા 8,206.82 લાખની વીજ ચોરી ઝડપી લીધી હતી. જે અન્વયે મોરબી જિલ્લામાં પણ 1,834 વીજચોરીના કિસ્સામાં 512.25 લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ એપ્રિલ - 2023થી જુલાઈ - 2023 સુધીના ચાર મહિનામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, મોરબી, પોરબંદર, જામનગર,ભુજ,અંજાર, જૂનાગઢ, અમરેલી બોટાદ,ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી કુલ 1,39,719 વીજ કનેક્શન ચેક કરી 27254 કિસ્સામાં વીજ ચોરી ઝડપી લઈ રૂપિયા 8,206.82 લાખની વીજ ચોરી ઝડપી લીધી હતી. વધુમાં પીજીવીસીએલ દ્વારા મોરબી જિલ્લામાં એપ્રિલથી જુલાઈ માસ દરમિયાન કુલ મળીને 10,715 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાં 1,834 વીજચોરીના કિસ્સામાં 512.25 લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી.