રહેણાંક, કોર્મીશ્યલ, ખેતીવાડી સહિત કુલ 2693 કનકેશન ચેક કરતા 297 કનેક્શનમાં ગેરરીતી પકડાઈ મોરબી : મોરબી જિલ્લો ઔદ્યોગિક રીતે સમૃદ્ધ હોવાથી સૌરાષ્ટ્રમાં વીજ વપરાશમાં અગ્રેસર હોય વીજચોરી વધુ થતી હોવાની ફરિયાદના આધારે થોડા સમયમાં ફરી વીજ ચેકિંગ ટુકડી ત્રાટકી હતી. જેમાં વીજ ચેકિંગ ટુકડીએ મોરબી જિલ્લાના રહેણાંક, કોર્મીશ્યલ, ખેતીવાડી સહિત કુલ 2693 કનકેશન ચેક કરતા 297 કનેક્શનમાં ગેરરીતી બહાર આવતા જિલ્લામાં 4 દીવસમાં રૂ.79 લાખની વીજચોરી ઝડપાઇ હતી. મોરબી પીજીવીસીએલ કચેરી દ્વારા મોરબી જિલ્લામાં મોટાપાયે વીજચોરી પકડવા માટે થોડા સમય બાદ ફરીથી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર, ભુજ, અંજાર, મોરબીની પીજીવીસીએલની 30 ટુકડી બનાવીને હળવદ, ચરાડવા, વાંકાનેર, માળીયા, ટંકારા, મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ અર્થે ત્રાટકી હતી અને ગત તા.6 થી 10 જૂન સુધી લગાતાર વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ ચેકિંગ ટિમો દ્વારા રહેણાંક, કોર્મીશ્યલ, ખેતીવાડી સહિત કુલ 2693 કનકેશન ચેક કરતા 297 કનેક્શનમાં ગેરરીતી પકડાઈ હતી. આથી રહેણાંકમાં રૂ 71.14 લાખ, કોર્મીશ્યલમાં રૂ.7.66 લાખ અને ખેતીવાડીમાં 20 હજાર મળીને 79 લાખ રૂપિયાની વીજ ચોરી પકડવામાં આવી હતી.