મોરબી : મોરબી જિલ્લા પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ચોમાસાની સિઝનમાં લોકોને સાતત્યપૂર્ણ વીજ પૂરવઠો મળી રહે તે માટે પ્રિ મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગત તા.16/6/2022 દરમિયાન પીજીવીસીએલને મળેલી તમામ 476 વીજ ફરિયાદનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવ્યું છે. આવી જ રીતે દિવસ દરમિયાન ફોલ્ટમાં હોય તેવી 38 લાઈનો રીપેરીંગ કરીને વીજ પુરવઠો પૂર્વવત ચાલુ કરી દેવાયો છે. આ માટે વીજ વિભાગની 36 ટીમો ફિલ્ડમાં કામ કરી રહી છે. આમ હાલ મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જિલ્લામાં વીજપુરવઠો ખોરવાય તો ગ્રાહકોને તેમના વિસ્તારની પેટા વિભાગીય કચેરીનો તેમજ તેના ફોલ્ટ સેન્ટરનો સંપર્ક સાધવા અધિક્ષક ઈજનેર બી.આર.વડાવીયા દ્વારા યાદી મારફત જણાવાયું છે.