વાંકાનેર : વાંકાનેરના અદેપર ગામે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા પ્રેમજીભાઇ લાલજીભાઇ બાવરવા ઉ.વ. ૪૦ નામના યુવાન ગત તા.૨ ના રોજ પોતાની અદેપર ગામે આવેલ વાડીએ કામ કરતા હતા ત્યારે ઇલેકટ્રીક શોર્ટ લાગતા તેમને તાકીદે સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.