વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં વાડી ધરાવતા ફરિયાદી અજયભાઈ છનાભાઈ ખીમાણીની વાડીમાંથી ગઈકાલે કોઈ અજાણ્યો તસ્કર રૂપિયા 20 હજારની કિંમતની પાણીની મોટર તેમજ 5 હજારની કિંમતનો સર્વિસ વાયર ચોરી કરી લઈ જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.