સાપકડા ગામનો યુવાન સરા સબ ડિવિઝનમાં ફરજ બજાવતો હતો, મુળીના વીરપર ગામ પાસે બની દુર્ઘટનાહળવદ : પીજીવીસીએલના હળવદ ડિવિઝન હેઠળ આવતા સરા સબ ડિવિઝનમાં ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સાપકડા ગામના યુવાનનું મુળીના વીરપર પાસે વીજપોલ પરથી નીચે પટકાતા મોત નીપજ્યું છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા રાકેશભાઈ શીવાભાઈ ચાવડા (ઉં.વ.31) સરા સબ ડિવિઝનમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે આજે સવારના દસેક વાગ્યાની આસપાસ મુળી તાલુકાના વીરપર ગામ પાસે સાગધ્રા ફીડરની લાઈટ રીપેરીંગ કરી રહ્યા હતા. તે વેળાએ વીજપોલ પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોય જેથી તેઓનું મોત નીપજ્યું હતું.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક રાકેશભાઈ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા હોય અને તેઓને એક ભાઈ અને બે બહેનો હતા.જેમાં સૌથી મોટા રાકેશભાઈ હતા. તેઓના લગ્ન પણ એકાદ વર્ષ પહેલા જ થયા હતા. તેઓના અકાળે અવસાનથી પરિવારમાં પણ કાળો કલ્પાન્ત છવાયો છે.