21 સરપંચની જગ્યા માટે 46 ઉમેદવારો મેદાને : 113 વોર્ડ માટે 245 ઉમેદવારો ટંકારા : ટંકારા તાલુકામાં 10 ગામો સંપૂર્ણ સમરસ અને 10 ગામો અંશતઃ સમરસ થયા છે ત્યારે બાકી રહેતા 22 ગામો પૈકી ભૂતકોટડાને બાદ કરતાં 21 ગામોમાં સરપંચ પદ માટે 46 ઉમેદવારો વચ્ચે સીધો જ જંગ છે ઉપરાંત 113 વોર્ડ માટે 245 સભ્યો મેદાનમાં છે. આગામી તા.19ના રોજ યોજાનાર ગ્રામ પંચાયતી ચૂંટણી માટે ટંકારાનું મહેસુલી તંત્ર સજ્જ બન્યું છે. અહીંના ઓરપેટ વિદ્યાલય ખાતે મતગણતરી કરવા માટે નક્કી કરાયું છે અને રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર માટે 100 તેમજ મતગણના માટે 90 જેટલા કર્મચારીઓને તાલીમ પૂર્ણ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે ટંકારા તાલુકામાં ચૂંટણી પ્રક્રિયા માટે 300 કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. તાલુકામાં ભૂતકોટડા ગામા સરપંચના ઉમેદવાર ન હોય 21 સરપંચ પદ માટે 46 અને 113 વોર્ડ માટે કુલ 245 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોય ગ્રામીણ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..