વર્ષ 2013 થી 2015 દરમિયાન પાલિકા પ્રમુખ રહેલા નેતાએ વોર્ડ નંબર 8માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયોમોરબી : મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં ટિકિટ ફાળવણી બાદ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભાજપમાંથી ટિકિટ ન અપાતા નારાજ થયેલા મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, લલીતભાઈ કામરીયાએ મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર 8 માંથી પોતાની ઉમેદવારી અપક્ષમાં નોંધાવી છે. અત્રે નોંધનીય છે કે, લલીતભાઈ કામરીયા વર્ષ 2013 થી 2015 દરમિયાન મોરબી પાલિકામાં પ્રમુખ પદે રહી ચૂક્યા છે. પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા જ ભાજપ સામે નારાજગી દર્શાવી વોર્ડ નંબર 8 ની બેઠક પરથી અપક્ષ તરીકે ફોર્મ ભરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. એક દિગ્ગજ નેતાની અપક્ષ એન્ટ્રીથી આગામી સમયમાં આ બેઠક પરનો ચૂંટણી જંગ અત્યંત રસાકસીભર્યો બની રહેશે.#Morbi #MorbiUpdate #MorbiElections #MorbiMahanagarpalika #Ward8 #GujaratPolitics #Elections2026 #IndependentCandidate