મોરબી : મોરબી મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી ઢંઢેરો એટલે કે 'સંકલ્પ પત્ર' જાહેર કરવામાં આવ્યો છે. 'પ્રગતિશીલ મોરબી, જનતાનો સાથ, વિકાસનો હાથ' ના નારા સાથે કોંગ્રેસે શહેરના સંતુલિત વિકાસ માટે અનેક વચનો આપ્યા છે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આ સંકલ્પ પત્ર રજૂ કરાયું છે.કોંગ્રેસના સંકલ્પ પત્રના મુખ્ય મુદ્દાઓરસ્તા અને ટ્રાફિક વ્યવસ્થા- શહેરના તમામ મુખ્ય માર્ગોને 'ફોર લેન' બનાવી સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે.- જંકશનો પર સિગ્નલ સિસ્ટમ બનાવી ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં આવશે.- નવલખી ફાટક અને મહેન્દ્રનગર ચોકડી પર થતા ટ્રાફિક જામના કાયમી ઉકેલ માટે નવા 'ઓવરબ્રિજ' અથવા 'અંડરપાસ'નું નિર્માણ કરાશે.- મુખ્ય ચોકડીઓ પર ફ્લાય-ઓવર અને અંડરપાસ તેમજ મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે.પીવાનું પાણી અને ડ્રેનેજ વ્યવસ્થા- દરેક ઘરમાં શુદ્ધ નર્મદાના પાણીની સુવિધા અપાશે અને મોરબીમાં બંધ હાલતમાં રહેલા ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં આવશે.- ડ્રેનેજ લાઈનોનું આધુનિકીકરણ કરી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લવાશે.- નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલ માટે નવી સ્ટોર્મ વોટર ગટર લાઈન નાખવામાં આવશે.- ગંદા પાણીના નિકાલ માટે નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ની સ્થાપના કરાશે.મહિલા સશક્તિકરણ અને આરોગ્ય- મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગના વેચાણ અર્થે 'મહિલા બજાર' ફાળવવામાં આવશે.- મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ફ્રી બ્યુટી પાર્લર, સીવણ ક્લાસ અને કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે.- બજારના વિસ્તારોમાં મહિલાઓ માટે સ્વચ્છ 'પિંક ટોયલેટ' અને સુરક્ષા માટે 'સેફ સિટી' પ્રોજેક્ટ અમલમાં મુકાશે.- મહાનગરપાલિકા સંચાલિત આધુનિક હોસ્પિટલો અને ‘સ્માર્ટ ક્લિનિક્સ' શરૂ કરાશે તેમજ શ્રમિક વસાહતોમાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાશે.શિક્ષણ, સ્પોર્ટ્સ અને અન્ય સુવિધાઓ- પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને ‘સ્માર્ટ સ્કૂલ’માં ફેરવવામાં આવશે.- લાતી પ્લોટ વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે AC લાઈબ્રેરી અને ફ્રી વાઈ-ફાઈ ઝોન ઉભા કરાશે.- સ્થાનિક યુવાનો માટે ઓપન જીમ, વોલીબોલ/ક્રિકેટ માટે ગ્રાઉન્ડ અને સ્વિમિંગ પુલની સુવિધા અપાશે.- મહિલાઓ અને સિનિયર સિટીઝન માટે સિટી બસમાં મફત યાત્રાની વ્યવસ્થા કરવામાં આવશે.મહાપાલિકા વહીવટ અને પર્યાવરણ- મચ્છુ નદીનું શુદ્ધિકરણ કરી ‘રિવરફ્રન્ટ' નું આયોજન કરવામાં આવશે.- મહાનગરપાલિકાની તમામ સેવાઓ ‘ઓનલાઇન’ કરાશે.- મહાપાલિકાની ચૂંટણી પછી દર મહિને દરેક વોર્ડમાં જનતા દરબાર યોજી લોકોની સમસ્યાનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે.- મહાનગર પાલિકાની તમામ જનરલ બેઠકનું લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવશે અને લિંક સ્થાનિક મીડિયાને અપાશે.- પશુપાલકોના પશુઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarPalika #MorbiCongress #SankalpPatra #MorbiNews #GujaratPolitics #ElectionManifesto