એક વોર્ડ દીઠ સરેરાશ 30થી 35 દાવેદારો: સંગઠનના હોદ્દેદારો, હિન્દૂ સંગઠનના કાર્યકરો, પૂર્વ કાઉન્સિલરો અને યુવાઓની મોટી સંખ્યામાં દાવેદારીમોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત મોરબીમાં ભાજપ દ્વારા બે દિવસ દરમિયાન જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે મોરબી મહાનગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શક્ત શનાળા સ્થિત કમલમ્ ખાતે મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં કુલ 427 દાવેદારો નોંધાયા હતા.આ પ્રક્રિયામાં સંગઠનના હોદ્દેદારો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, યુવાઓ અને પૂર્વ કાઉન્સિલરો સહિતના લોકો મોટી સંખ્યામાં પોતાની દાવેદારી નોંધાવવા ઉમટી પડ્યા હતા. મહાનગરપાલિકાની સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષકો તરીકે અમિત શાહ (અમદાવાદના ધારાસભ્ય), રુચિર ભટ્ટ (ગાંધીનગરના પૂર્વ પ્રમુખ) અને પુષ્પાબેન મિસ્ત્રી (મહિલા મોરચાના પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય) ઉપસ્થિત રહ્યા હતા અને દાવેદારોને સાંભળ્યા હતા. જેમાં સરેરાશ 1 વોર્ડ દીઠ 30 થી 35 જેટલા આગેવાનોએ પોતાની દાવેદારી નોંધાવી છે. સેન્સ પ્રક્રિયા સવારે 10:00 વાગ્યાથી શરૂ થઈ હતી. ક્રમશઃ 1થી લઈ 13 વોર્ડ સુધી વારાફરતે દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #MorbiBJP #Election2026 #SenseProcess #GujaratPolitics