હળવદ : વિધાનસભા ચૂંટણી ટાઈમે હળવદ પંથકમાં દારૂના ચપલાનું ધૂમ વેચાણ થયું હતું જે ચૂંટણી વીત્યા બાદ પણ પકડાઈ રહ્યા છે, હળવદ પોલીસે મોરબી ચોકડી નજીકથી યુવાનને 5 દારૂના ચપલા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન મોરબી ચોકડી નજીક આવેલી રામદેવ હોટલ નજીકથી હોટલમાં કામ કરતા જોગારામ ભોમારામ ચૌધરી ઉ.19 નામના યુવાનને રોયલ ગ્રાન્ડ મેટ બ્રાન્ડના 5 વિદેશી દારૂના 180 એમએલના ચપલા કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.