મોરબી: આજે સમગ્ર દેશમાં લોકસભાની અને વિધાનસભાની બેઠકોની મતગણતરૂ ચાલી રહી છે. સમગ્ર દૂનિયાની નજર ભારતનાં ચૂંટણી પરિણામો પર છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની મતગણતરી શરૂ ચૂકી છે.સૌરાષ્ટ્રનાં પાટનગર સમા રાજકોટ લોકસભાની બેઠકમાં શરૂઆતનાં ટ્રેન્ડ પ્રમાણે ભાજપનાં ઉમેદવાર પરષોત્તમ રુપાલા આગળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણી પાછળ છે. આ બેઠકનાં પરિણામો મહત્વનાં રહેશે છે. કેમ કે, પરષોત્તમ રુપાલાએ આપેલા ક્ષત્રિયા વિશેનાં વિવાદિત નિવેદનને કારણે સમગ્ર રાજ્યમાં વિરોધ થયો હતો.