મોરબી : મોરબી જિલ્લાના વહીવંચા બારોટ સમાજના કારોબારી સમિતિના સભ્યોની વરણી ગત તારીખ 30 જૂનના રોજ યોજાઈ હતી. મોરબી જિલ્લા વહીવંચા બારોટ સમાજની કારોબારી સમિતિમાં જુના હોદ્દેદારોની મુદ્દત પુરી થતા નવી કારોબારી સમિતિની રચના માટે જનરલ સભા પાટીદાર હોલ, શનાળા મુકામે યોજાઈ હતી. જેમાં નવા કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી હતી. આ સભ્યોમાં પ્રમુખ ચંડીદાનભાઈ બારોટ, અધ્યક્ષ ગીરીશભાઈ દેવાતકા(એડવોકેટ), મંત્રી સચદેવભાઈ વિસાણી, ઉપપ્રમુખો મનહરભાઈ સોનારત, સંજયભાઈ લખધીર, અનિલભાઈ આંજણકા, બ્રિજેશભાઈ વીસાણી, અજીતભાઈ દેવાતકા, ભરતભાઈ બી. સોનરાત અને ભરત લાલજીભાઈ સોનરાત, ખજાનચી શૈલેષકુમાર રેણુકા અને યુવા પ્રમુખ તરીકે પિયુષભાઇ લખધીર અને કલ્પેશભાઈ સોનારતની વરણી કરવામાં આવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne