મોરબી: મોરબી ખાતે પંચેશ્વર મહાદેવના સાનિધ્યમાં, સમાજના મહાનુભાવોની હાજરીમાં, દશનામ સમાજ મોરબીના પ્રમુખ તરીકે ગોસ્વામી કિશોર ભારતી લાલ ભારતીની વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે મહાનુભાવો હંસગિરી બાપુ, નાથુગીરી બાપુ, નટવર પરી બાપુ, મહીપત પરી બાપુ, હકા ગિરી બાપુ અને યશ ભારતી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. દશનામ સમાજના અગ્રણીઓની હાજરીમાં પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રમુખની વરણી કરવામાં આવી હતી.