માળિયા (મી.)માં હારુન હબીબભાઈ સંઘવાણી, ટંકારામાં પંકજ અમૃતલાલ કારેલીયા અને વાંકાનેરમાં રમેશભાઈ વોરાની પ્રમુખ પદે નિમણૂકમોરબી : સમગ્ર રાજ્યમાં નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી જિલ્લાની માળિયા, ટંકારા અને વાંકાનેર નગરપાલિકાના નવા હોદ્દેદારોની પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ ત્રણેય નગરપાલિકાઓને તેમના નવા સુકાનીઓ મળી ગયા છે.માળિયા મિયાણા નગરપાલિકામાં પ્રમુખ તરીકે હારુન હબીબભાઈ સંઘવાણીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરમભાઈ નુરમામદભાઈ મોવરની વરણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માળિયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને 17 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને ફાળે 7 બેઠકો આવી હતી. બીજી તરફ, ટંકારા નગરપાલિકાના નવા હોદ્દેદારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ટંકારા નગરપાલિકાના પ્રમુખ તરીકે પંકજ અમૃતલાલ કારેલીયાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે પાલિકાના ઉપપ્રમુખ તરીકે સરોજબહેન જીતેન્દ્રભાઈ ખોખાણીની નિમણૂક કરવામાં આવી છે.તેવી જ રીતે, વાંકાનેર નગરપાલિકામાં પણ ચૂંટણી પ્રક્રિયા બાદ સત્તાવાર રીતે નામોની જાહેરાત કરવામાં આવી છે. વાંકાનેર નગરપાલિકાના નવા પ્રમુખ પદે રમેશભાઈ વોરાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે માધવીબેન દવેની પસંદગી કરવામાં આવી છે. નોંધનીય છે કે વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવીને 21 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 4 અને બસપાને 3 બેઠકો પ્રાપ્ત થઈ હતી.#MorbiUpdate #MorbiNews #MorbiDistrict #Maliya #Tankara #Wankaner #Nagarpalika #GujaratPolitics