હળવદ : મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વહીવટી કર્મચારી સંઘની સભાનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન જિલ્લાના પ્રમુખ અને મહામંત્રીની સર્વાનુંમતે વરણી કરવામાં આવી છે.જેમાં જિલ્લાના પ્રમુખ પદે મોરબીના રાઘવભાઈએ એન.સંઘાણી તથા મહામંત્રી તરીકે હળવદના ભાવેશભાઈ એમ. પ્રજાપતિની વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ અપાઈ રહી છે.