પ્રમુખ તરીકે મિતેષ દવે, ઉપપ્રમુખ તરીકે દર્શન દવે અને મહામંત્રી તરીકે કપિલદેવ પંડ્યાની નિમણૂકમોરબી : રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો. જૈનિલ ગોરની અધ્યક્ષતામાં કચ્છ-મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય પરશુરામ સેનાના હોદ્દેદારોની અને કારોબારીની રચના કરવામાં આવી હતી અને હોદ્દેદારોની નામની યાદી બહાર પાડવામાં આવી છે.જેમાં રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘ મોરબી જિલ્લા સમિતિના હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે મોરબીના એડ્વોકેટ મિતેષભાઈ દવેની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે મોરબીના એડ્વોકેટ દર્શનભાઈ દવે અને મહામંત્રી તરીકે મોરબીના એડ્વોકેટ કપિલદેવ પંડ્યાની નિમણૂક કરાઈ છે.