શહેર ભાજપ, શહેર બક્ષીપંચ, શહેર મહિલા અને શહેર યુવા મોરચાના નવા હોદેદારો જાહેરમોરબી : મોરબી જિલ્લા સંગઠન પ્રભારી ડો. હિતેશભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ઝોન મહામંત્રી કે.એસ અમૃતિયા તેમજ મંડલ પ્રભારી પ્રજ્ઞેશભાઈ પટેલ સહિતનાએ પરામર્સ કરીને મોરબી શહેર ભાજપ, શહેર બક્ષીપંચ, શહેર મહિલા અને શહેર યુવા મોરચાના હોદ્દેદારોની વાણી કરી છે.જેમાં મોરબી શહેર ભાજપના હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે ડો. દિલીપભાઈ ભટ્ટ, અનોપસિંહ જાડેજા, પરેશભાઈ કચોરીયા, હિતેશભાઈ કાવર, ઉર્મિલાબેન કંજારીયા, નૂતનબેન વીડજા, મંત્રી તરીકે નરેન્દ્રભાઈ પોપટ, ભરતભાઈ ડાંગર, દીપકભાઈ સોમૈયા, અજયભાઈ કોટક, જિજ્ઞાસાબેન ગામી, ભાનુબેન નગવાડીયા, કોસાધ્યક્ષ તરીકે મનુભાઈ સારેશા, કાર્યાલય મંત્રી તરીકે માવજીભાઈ કંજારીયાની વરણી કરવામાં આવી છે.મોરબી શહેર બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે વિજયભાઈ આહીર, મહામંત્રી તરીકે મનસુખભાઈ પરમાર, ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રભાઈ પરમાર, દિનેશભાઈ રબારી, મંત્રી તરીકે મુકેશભાઈ કુકરવાડીયા, સાગરભાઇ વધાડીયા, ભાવેશભાઈ ડાભી, કપિલભાઈ ગજીયા તથા કોસાધ્યક્ષ તરીકે હર્ષદભાઈ વામજાની વરણી કરવામાં આવી છે.મોરબી શહેર મહિલા મોરચાના હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે અલ્પાબેન કક્કડ, મહામંત્રી તરીકે જયશ્રીબેન વાઘેલા, ઉપપ્રમુખ તરીકે ડો. મિત્તલબેન રૈયાણી, આરતીબા રાણા, મંત્રી તરીકે ચંદ્રિકાબેન મણીયાર, મોનાબેન ત્રિવેદી, પ્રભાબેન મકવાણા, ક્રિષ્નાબેન દસાડિયા તથા કોસાધ્યક્ષ તરીકે પરમાર હેતલબેનની વરણી કરાઈ છે. જ્યારે શહેર યુવા મોરચાના હોદ્દેદારમાં પ્રમુખ તરીકે જયદીપભાઇ કંડીયાની વરણી કરવામાં આવી છે.