મોરબી: મોરબી જિલ્લાના તમામ વિધાનસભા ક્ષેત્રોમાં યુવા કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાના હેતુથી પ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. યુવા પાંખમાં થયેલી આ મહત્વપૂર્ણ વરણીઓમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે વસીમભાઈ પીપરવાડીયા (મંસુરી)ની નિમણૂક કરવામાં આવી છે.જિલ્લા સ્તરના પ્રમુખ ઉપરાંત, મોરબી જિલ્લાના વિવિધ વિધાનસભા ક્ષેત્રો અને શહેર યુવા કોંગ્રેસના પ્રમુખોની પણ વરણી કરવામાં આવી છે. આ નિમણૂકોમાં રાજભાઈ ખાંભરાને મોરબી-માળિયા વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ, મિલનભાઈ સોરીયાને ટંકારા-પડધરી વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ, આબીદભાઈ ગઢવારાને વાંકાનેર વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ અને જીગ્નેશભાઈ પીપરીયાને હળવદ વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકેનો કાર્યભાર સોંપાયો છે. શહેર સ્તરે, ચિંતન રાજ્યગુરુ મોરબી શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ, શાહિદ જામને માળિયા મિયાણા શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ, રવિ ઘોડાસરા ટંકારા શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ અને શાકિબ શેરશિયા વાંકાનેર શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. અન્ય મહત્વના હોદ્દેદારોમાં કુલદીપસિંહ જાડેજાની મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે. જ્યારે જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી તરીકે મકબૂલ માથકિયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ઇકબાલ સંઘવાણી અને ઇમરાન કડીવારને જવાબદારી સોંપવામાં આવી છે.