મોરબી : ગત તારીખ 28 ડિસેમ્બર ને રવિવારના રોજ મોરબીના ભવાની ચોક ખાતે આવેલા મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના કાર્યાલય ખાતે ટ્રસ્ટની મીટિંગ મળી હતી. આ મીટિંગમાં મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના નવા હોદ્દેદારોની આગામી બે વર્ષ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના નવા પ્રમુખ તરીકે ધ્યાનેશભાઈ બી. રાવલ, મહામંત્રી તરીકે પ્રણવભાઈ એચ. ત્રિવેદી, ઉપ પ્રમુખ તરીકે મધુસુદનભાઈ સી. ઠાકર તથા નીતિનકુમાર એ. પંડ્યા, સહમંત્રી તરીકે સૂર્યકાંતભાઈ એસ. ઠાકર તથા ખજાનચી તરીકે નરેન્દ્રભાઈ બી. મહેતાની નિમણૂક કરવામાં આવી છે. સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબીના નવા હોદ્દેદારોની નિમણૂક થતાં ટ્રસ્ટીઓએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.