મોરબી : મોરબી કરિયાણા મરચન્ટસ એસોસિએશન દ્વારા તાજેતરમાં નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે. આ એસોસિએશનના પ્રમુખ તરીકે સચીનભાઈ પી. વોરા (એડવોકેટ), ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ હિરાણી, મંત્રી તરીકે હિતેનભાઈ પલાણ, સહમંત્રી તરીકે વિમલભાઈ પલાણ, ખજાનચી તરીકે જીગ્નેશભાઈ માનસેતા, સહ ખજાનચી તરીકે રાજનભાઈ માનસેતા, કારોબારી સભ્યમાં મુકેશભાઈ ચંદારાણા, સાગરભાઈ પુજારા, મિતુલભાઈ કોટક, જયેશભાઈ કોટેચા અને કૌશિકભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. સાથે જ મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા કરિયાણાના નાના-મોટા વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે, જે લોકોને ફૂડ લાઇસન્સ કઢાવવાનું બાકી હોય તેઓ વહેલી તકે કઢાવી લે. તેમજ જે લોકોને એસોસિએશનમાં જોડાવવું હોય તે પ્રમુખ તેમજ મંત્રી પાસે પોતાની દુકાનની સભ્ય ફી ભરી એસોસિએશનમાં પોતાની દુકાન રજીસ્ટર કરાવી શકે છે.