પ્રમુખ પદે જયદીપભાઈ ઓડિયા અને ઉપપ્રમુખ પદે અરુણાબેન પરમારની નિમણૂકમોરબી: માળિયા મિયાણા તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની આજે 25 મેના રોજ સત્તાવાર રીતે વરણી કરવામાં આવી છે. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય અને ન્યાય સમિતિના સભ્યોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આ નિમણૂક અંતર્ગત માળિયા મિયાણા તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે જયદીપભાઈ ઓડિયાની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ પદે અરુણાબેન અશ્વિનસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત કારોબારી સભ્ય તરીકે મનુભાઈ ખાંડેખા અને ન્યાય સમિતિની જવાબદારી મંજુલાબેન રાઠોડને સોંપવામાં આવી છે. આ તમામ નવા હોદ્દેદારો આગામી સમયમાં માળિયા મિયાણા તાલુકાના વિકાસ કાર્યોને વધુ વેગ આપશે તેવી સ્થાનિકો દ્વારા અપેક્ષા રાખવામાં આવી રહી છે. પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોને સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.#MorbiUpdate #MaliyaMiyana #TalukaPanchayat #MorbiNews #GujaratNews #Morbi