રાજપૂત સમાજની સાધારણ સભામાં લેવાયો નિર્ણય મોરબી: આજ રોજ 28 ઓગસ્ટ ને રવિવારના રોજ મોરબી રાજપૂત સમાજની સાધારણ સભા મળી હતી જેમાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. મોરબીના લખધીરવાસ ખાતેના મયુર સ્મૃતિ ભવનમાં મોરબી રાજપૂત સમાજની સાધારણ સભા મળી હતી. આ સાધારણ સભામાં આજ દિન સુધીના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે મોરબી જિલ્લા રાજપૂત સમાજના જિલ્લા પ્રમુખ તરીકે દશરથસિંહ ઉદુભા ઝાલા (અદેપર)ની વરણી કરવામાં આવી હતી.