1965થી શરૂ થયેલા આ યાર્ડની 61 વર્ષની સફરમાં પાંચમી વખત થશે ચૂંટણી : દોઢ દાયકાથી સત્તામાં રહેલા ભાજપને હરાવવા ખેડૂત પરિવર્તન પેનલ મેદાને : હેવી વીજલાઇન, બાયપાસ માટે જમીન સંપાદન વળતર સહિતના મુદા ભાજપને હંફાવશેમોરબી :મોરબી જિલ્લામાં સહકારી ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે ત્યારે છેલ્લા દોઢ દાયકા જેટલા સમયથી જ્યાં ભાજપનું એકચક્રી શાસન જ્યાં ચાલે છે તેવા મોરબી, માળીયા મિયાણા અને ટંકારા તાલુકાના સંયુક્ત એવા મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થતા જ રાજકીય ગરમાવો આવ્યો છે. ભાજપ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થશે અને તા.30ના રોજ ફોર્મ ચકાસણી અને તા.2જી સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચવાની આખરી તારીખ બાદ તા.9 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. સામાન્ય રીતે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બેઠા થાળે જ થતી હોય છે પરંતુ આ વખતે મોરબી, ટંકારા અને માળીયા પંથકના ખેડૂતોમાં ભારે રોષની સાથે ભાજપના નેતાઓને પ્રવેશબંધી ફરમાવવામાં આવી હોય યાર્ડની ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક રહેવાના સંકેતો મળી રહ્યા છે. આજે ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ફોર્મ ભરવા માટે ધડાધડ ફોર્મ ઉપડી રહ્યા છે. ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 મળીને કુલ 14 બેઠકો માટે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ખેડૂત વિભાગના 1500 થી વધુ અને વેપારી વિભાગના 51 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.મોરબી, માળીયા મિયાણા અને ટંકારા તાલુકાની 104 મંડળીઓ અને 1504 મતદાર ધરાવતા મોરબી માર્કેટિંગ યાર્ડની વર્તમાન શાસકોની મુદત પૂર્ણ થતા નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર દ્વારા મોરબી માર્કેટિંગ યાર્ડ માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી જાહેરનામા મુજબ મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગની 10 બેઠક, વેપારી વિભાગની 4 બેઠક અને સહકારી ખરીદ વેચાણ મંડળીની બે બેઠક મળી કુલ 16 બેઠકો માટે આજે તા.29 ઓગસ્ટે ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ થયું છે. જેમાં તા.30મીએ ઉમેદવારીપત્રોની ચકાસણી અને તા.2 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ છે.બાદમાં તા.9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી અને તા.10 સપ્ટેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.મોરબી માર્કેટિંગ યાર્ડનો ઈતિહાસ ઘણો જૂનો છે, જેની શરૂઆત અંદાજે 1965 માં થઈ હતી. શરૂઆતમાં યાર્ડની ઓફિસ કાંયાજી પ્લોટમાં અને ત્યારબાદ રામ ચોકમાં કાર્યરત હતી, જ્યારે ખરીદ-વેચાણની પ્રક્રિયા વાંકાનેર દરવાજા પાસે આવેલા દાણા પીઠમાં થતી હતી. તે સમયે મોરબી અને ટંકારા તાલુકો એકસાથે જોડાયેલા હતા. ત્યારબાદ 1996 માં નવો માળીયા તાલુકો અસ્તિત્વમાં આવતા તે પણ યાર્ડ સાથે જોડાયો હતો. સમય જતાં યાર્ડનો વ્યાપ વધતા 2001 માં શનાળા રોડ પર 63 વીઘામાં નવું અને આધુનિક માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યું હતું. આજે આ યાર્ડ વાર્ષિક 351 કરોડનું માતબર ટર્નઓવર ધરાવે છે.ભાજપ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન આ ચૂંટણીમાં સહકારી નેતાઓ અને ભાજપના ધારાસભ્યોનું પણ પાણી મપાઈ જતું હોવાથી માર્કેટિંગ યાર્ડની સતા ટકાવી રાખવા ભાજપ નેતાગીરી અત્યારથી જ રાજકીય સોગઠાબાજીમાં વ્યસ્ત બની છે, બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ મોરબી માર્કેટિંગ યાર્ડ કબ્જે કરવા તમામ 16 બેઠકો પર ટકોરાબંધ ઉમેદવારોને મેદાને ઉતારવા ખેડૂત પરિવર્તન પેનલ બનાવી ખરાખરીનો જંગ લડવા તૈયારી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, મોરબી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા દોઢ દાયકાથી ભાજપનું એકચક્રી શાસન છે તેમ છતાં ગત ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલના મોટાભાગ ઉમેદવારો માત્ર 50થી 100 મતના માર્જીનથી જ જીત હાંસલ કરી શક્યા હોય કોંગ્રેસ બમણા જોશથી ચૂંટણી લડવા તૈયારીઓ કરી લીધી છે.બેઠકોનું ગણિતખેડૂત મત વિભાગ : 10 બેઠક (1500+ મતદારો)વેપારી મત વિભાગ : 04 બેઠક (51 મતદારો)સહકારી ખરીદ-વેચાણ મંડળી મત વિભાગ : 02 બેઠક કુલ બેઠકો : 16અત્યારના દિગ્ગજ નેતાઓ કાંતિલાલ અને મોહનભાઇ 1995ની ચૂંટણીમાં હાર્યા હતાવર્ષ 1995 માં મોરબી યાર્ડની ચૂંટણી ભારે રોમાંચક અને ચર્ચાસ્પદ રહી હતી. આ ચૂંટણીમાં અત્યારના ભાજપના દિગ્ગજ નેતાઓ કાંતિલાલ અમૃતિયા અને મોહનભાઈ કુંડારિયા મેદાને ઉતર્યા હતા. તેમની સામે મગનભાઈ વડાવિયા અને વાઘજીભાઈ બોડાએ ચૂંટણી લડી હતી. આ ઐતિહાસિક જંગમાં મગનભાઈ વડાવિયા અને વાઘજીભાઈ બોડાની પેનલનો ભવ્ય વિજય થયો હતો, જ્યારે દિગ્ગજ નેતાઓ ગણાતા કાંતિલાલ અમૃતિયા અને મોહનભાઈ કુંડારિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.અત્યાર સુધીમાં માત્ર 4 વખત જ ચૂંટણી યોજાઈછેલ્લા ત્રણ દાયકાના ઈતિહાસ પર નજર કરીએ તો યાર્ડમાં મોટાભાગે બિનહરીફ કે સમરસ બોડી જ અસ્તિત્વમાં રહી છે. અત્યાર સુધીમાં માત્ર 1988, 1995, 2001 અને 2021 માં જ ચૂંટણીઓ યોજાઈ છે અને હવે 2026 માં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજકીય દ્રષ્ટિએ મોરબી માર્કેટિંગ યાર્ડની આ ચૂંટણીમાં ભારે રસાકસી રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે ભૂતકાળમાં પણ અહી મોટા રાજકીય ઉલટફેર જોવા મળ્યા છે.માર્કટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપને વીજ થાંભલા નડશે મોરબી યાર્ડની ચૂંટણી જાહેર થતા જ ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત કામે લગાવી ચૂંટણી જીતવા તૈયારી કરી લીધી છે. જો કે, યાર્ડની ચૂંટણી જીતવા ભાજપને આ વખતે ધોળા દિવસે તારા દેખાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે, એક તરફ મોરબી જિલ્લાના ખેડૂતોમાં હેવી વીજ થાંભલા અને વીજલાઇનના વળતર મુદ્દે ભારોભાર નારાજગી છે તેવામાં મોરબીમાં નવા બાયપાસ માટે ખેડૂતોને અપૂરતું વળતરનો મુદ્દો પણ મુખ્ય છે. આ ઉપરાંત હેવી વીજલાઇન મુદ્દે મોરબી માળિયાના 75થી વધુ ગામોમાં ધારાસભ્ય અને ભાજપના નેતાઓને પ્રવેશબંધી ફરમાવતા બેનરો પણ લાગી ગયા હોવાથી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જીતવા ભાજપને કપરા ચઢાણ ચડવા પડશે તે નિર્વિવાદિત વાત છે.કોણે કોણે ફોર્મ ઉપાડ્યા ?● સહકાર પેનલખેડૂતોની બેઠકરમેશભાઈ બચુભાઈવિનોદભાઈ ગોવર્ધનભાઈ લોરીયામહેન્દ્રસિંહ દિલુભા (દિલાવર સિંહ) ઝાલાડાકા પ્રવિણભાઈ ટપુભાઈભાડજા મનસુખભાઈ નરશીભાઈદેત્રોજા અરમશીભાઈ જીવરાજભાઈઆપાભાઈ કાળુભાઈ કુંભારવડીયાભરત કરમશીભાઈ ભાલોડીયાગોવિંદભાઈ ઓધવજીભાઈ સનારીયાજીવાભાઈ દેવાભાઈ...