વિક્રમસિંહ નાથુભા ઝાલાની બિનહરીફ વરણી થતા શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષામોરબી અપડેટ : જમીન વિકાસ બેંક (ખેતી બેંક) ની ચૂંટણીમાં પંચાસરના વિક્રમસિંહ નાથુભા ઝાલા પ્રતિનિધિ તરીકે બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે. તેઓની આ બિનહરીફ વરણીને લઈને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, મિત્રવર્તુળ અને શુભેચ્છકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.આ ઉપરાંત તેમના નેતૃત્વમાં જમીન વિકાસ બેંક નવા શિખરો સર કરે અને સહકારના ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. વિક્રમસિંહ નાથુભા ઝાલાની આ ઉપલબ્ધિ બદલ અનેક અગ્રણીઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.#Morbi #MorbiUpdate #ZaminVikasBank #Panchasar #VikramsinhJhala #CooperativeSector #MorbiNews #GujaratNews