રાજ્યકક્ષાએ દ્વિતીય નંબર આવતા સરપંચ દ્વારા સન્માન કરાયું હરબટીયાળી : હરબટીયાળી ગામના વડીલોએ ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ ખેંચ સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવી ડંકો વગાડતા ગામના યુવાનો તેમજ સરપંચ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. હરબટીયાળી ગામના વડીલોએ ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ યોજાયેલ રસ્સા ખેંચ સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે. આ બદલ હરબટીયાળી ગામના સરપંચ સરોજબેન દેવરાજભાઈ સંઘાણી દ્વારા તેઓનું સન્માન મેઇન બજાર,ગરબી ચોક ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં હરબટીયાળી ગામના સેવાભાવી યુવાન એવા દેવરાજભાઈ ભીખાભાઇ સંઘાણી તેમજ ગણેશભાઈ ડુંગરભાઈ નમેરા,કેશુભાઈ નમેરા( પર્યાવરણ પ્રેમી),રામજીભાઈ ચંડાટ, જસ્મતભાઈ, રોહિત આચાર્ય, જયસુખભાઈ સંઘાણી, અશ્વિનભાઈ ઢેઢી, હસમુખભાઈ પટ્ટણી(ટીમના કોચ),મહેશભાઈ ઝાપડા(ટીમના કોચ) તેમજ ગ્રામપંચાયત બોડી અને ગામના દેરક નાગરિક ઉપસ્થિત રહ્યા હતા.