મોરબી : મોરબી શહેરમાં અવની ચોકડી પાસે શિવપાર્ક સોસાયટીમાં રહેતા ગોદાવરીબેન મોહનભાઇ પનારા ઉ.75 નામના વૃધ્ધાને છેલ્લા બે ત્રણ વર્ષથી બીપીની બીમારી હોવાની સાથે માનસિક બીમારી તેમજ શરીરમાં ધ્રુજારી આવતી હોય બીમારીઓથી કંટાળી ગત તા.22ના રોજ જાતે સળગી જતા સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલમાં ખસેડવમાં આવતા સારવાર દરમિયાન તા.25ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.