મોરબી : આજના સમયમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગઈકાલે બપોરે વાંકાનેર ખાતે રહેતા તારાબેન નંદલાલભાઈ ગોહેલ મોરબી આવ્યા હોય મહારાણા પ્રતાપ સર્કલ પાસે તેઓને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેમના સગાના ઘર ગયા હતા. જ્યાં બેભાન થઈ જતા સારવાર માટે મોરબી સિવિલમાં લાવવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.