વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ આસ્થાગ્રીન સામે રસ્તો ઓળંગી રહેલા મધુબેન ઠાકરશીભાઈ સોળમીયા ઉ.60 રહે.મંત્રી સોસાયટી, વાંકાનેર વાળાને જીજે - 27 - કે - 5232 નંબરના કાર ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા મધુબેનનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો.અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર કનાભાઈ ઠાકરશીભાઈ સોળમિયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.